Prakharta Sodh Kasoti – પ્રખરતા શોધ કસોટી- અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું, ક્વિઝ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (prakharta-sodh-kasoti-syllbus & Exam pattern) નું આયોજન કરવામાં આવે છે.

♦ પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

⇒પરીક્ષા MCQ (OMR પદ્ધતિ) મુજબ લેવામાં આવશે.

⇒આ કસોટીના પ્રશ્નપત્ર – 1 અને 2 માં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે. તમામ પ્રશ્નો ફરજીયાત છે. દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ છે. પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે  ¹/3 ગુણ કપાશે.

⇒અભ્યાસક્રમ ધોરણ – 9 ની કક્ષા પ્રમાણે રહેશે.

♦ પરીક્ષાનું માળખું

પ્રશ્નપત્ર – 1 માં નીચે મુજબના વિષયો, પ્રશ્નોની સંંખ્યા, સમય અને ગુણ રહેશે.

વિષયપ્રશ્નક્રમાંકગુણ
ગુજરાતી1 થી 3030
અંગ્રેજી31 થી 6030
સામાજિક વિજ્ઞાન61 થી 9030
સામાન્ય જ્ઞાન91 થી 10010

પ્રશ્નપત્ર – 2 માં નીચે મુજબના વિષયો, પ્રશ્નોની સંંખ્યા, સમય અને ગુણ રહેશે.

વિષયપ્રશ્નક્રમાંકગુણ
ગણિત1 થી 4040
વિજ્ઞાન41 થી 8040
માનસિક ક્ષમતા81 થી 10020

⇒પ્રશ્નપત્ર -1 માટેનો સમય સવારે 11:00 કલાક થી 01:00 કલાક અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે 02:00 કલાક થી 04:00 કલાક દરમ્યાન પ્રશ્નપત્ર -2 લેવામાં આવશે.

⇒પ્રશ્નપત્ર -1 અને પ્રશ્નપત્ર -2 ના કુલ 200 ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ 1000 વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂ.1000/- પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

Prakharta-Sodh-Kasoti-Syllbus & Exam Pattern

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો. : Apply Now

♦ અગાઉ લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્ર

પ્રશ્નપત્ર – 1 2023 Download

પ્રશ્નપત્ર – 2 2023 Download

SHARING IS CARING

3 thoughts on “Prakharta Sodh Kasoti – પ્રખરતા શોધ કસોટી- અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું, ક્વિઝ”

Leave a Comment

error: