DHORAN 10 GANIT CH-9 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 9 ત્રિકોણમિતિના ઉપયોગોની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

0

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 9

તમારુ  નામ લખો.

1 / 15

એક ટાવરના તળિયાથી 30 મી દૂર આવેલ એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ 30° છે, તો તે જ ટાવરના તળિયાથી 10 મી દૂર આવેલા બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ .......... થાય.

2 / 15

જમીન સાથે 30° ના ખૂણે ઢોળાવવાળા રસ્તા પર 20 મી ચાલતાં જમીનથી 10 મી ઊંચાઈ પર પહોંચાય.

3 / 15

એક ટાવરથી 30 મીના અંતરે આવેલ જમીન પરના એક બિંદુ પરથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ 30° છે, તો ટાવરની ઊંચાઈ ........ મી હોય .

4 / 15

6 મી. ઊંચા થાંભલાના જમીન પરના પડછાયાની લંબાઈ 2√3 મી હોય, તો સૂર્યના ઉત્સેધકોણનું માપ ....... છે.

5 / 15

બે ટાવરની ઊંચાઈ અનુક્રમે x અને y છે. તે ટાવરના તળિયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પરથી નિરેક્ષણ કરતાં તે ટાવરોની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે 30° અને 60° મળે છે. ગુણોત્તર x : y શોધો.

6 / 15

સમથળ જમીન પર એક ટાવર ઊભો છે. જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ 30° હોય ત્યારે અને જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ 60° હોય ત્યારે તેના પડછાયાની લંબાઈમાં 45 મીનો તફાવત જોવા મળે છે, તો ટાવરની ઊંચાઈ ...... મી હોય.

7 / 15

50 મી ઊંચાઈના એક પુલ પરથી એક હોડીનો અવસેધકોણ 30° છે. આથી, હોડીનું પુલથી સીધું અંતર .......... મી હોય.

8 / 15

1.5 મી ઊંચાઈની એક વ્યક્તિ 30 મી ઊંચાઈના ટાવરના તળિયાથી 28.5 મી દૂરથી ટાવરની ટોચનું નિરીક્ષણ કરે, તો તેને ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ કેટલું મળે ?

9 / 15

જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈ સરખી હોય ત્યારે સૂર્યનો ઉત્સેધકોણ ........... હોય.

10 / 15

1.7 મી ઊંચાઈની એક વ્યક્તિ એક ટાવરના તળિયાથી 20√3 મી દૂર સ્થિત છે. તે વ્યક્તિની આંખોથી જોતાં ટાવરની ટોચનો ઉત્સેધકોણ 30° જણાય છે. ટાવરની ઊંચાઈ શોધો.

11 / 15

એક થાંભલાની ઊંચાઈમાં વધ-ઘટ કરી શકાય છે. જમીન પરનાં એક બિંદુથી તે થાંભલાની ટોચનો ઉત્સેધકોણ કોઈ એક પરિસ્થિતિમાં 30° છે. હવે, જો થાંભલાની ઊંચાઈ ત્રણ ગણી કરવામાં આવે, તો તે જ બિંદુએથી થાંભલાની ટોચનો ઉત્સેધકોણ કેટલો થાય ?

12 / 15

જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ 30° હોય ત્યારે 10 મી ઊંચાઈના એક વૃક્ષના પડછાયાની લંબાઈ ......... મી થાય.

13 / 15

10 મી લાંબી નિસરણી દીવાલ પર ગોઠવતાં દીવાલ પર 5 મી ઊંચાઈએ પહોંચે છે. આથી, નિસરણી દીવાલ સાથે 30° નો ખૂણો બનાવે છે.

14 / 15

એક દીવાદાંડીની ટોચ પરથી જોતાં દરિયામાં રહેલ બે વહાણ P અને Q ના અવસએધકોણ અનુક્રમે 15° અને 30° છે, તો વહાણ P દેવાદાંડીની વધુ નજીક છે.

15 / 15

એક ટાવરના તળિયાથી 500 મી દૂર આપેલાં એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ 30° છે, તો ટાવરની ઊંચાઈ ..... મી છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-9 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: